Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત ટૂર પહેલાં ટિમ સાઉધીએ છોડી કૅપ્ટન્સી, ટૉમ લૅધમ ફરી બન્યો ન્યુ ઝીલૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન

ભારત ટૂર પહેલાં ટિમ સાઉધીએ છોડી કૅપ્ટન્સી, ટૉમ લૅધમ ફરી બન્યો ન્યુ ઝીલૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન

Published : 03 October, 2024 10:53 AM | Modified : 03 October, 2024 10:56 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ ઑક્ટોબરથી ભારત સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન ટિમ સાઉધીએ કૅપ્ટન્સી છોડી દીધી છે. આ અનુભવી ફાસ્ટ બોલરના સ્થાને ટીમનો ટૉપ ઑર્ડર બૅટર ટૉમ લૅધમ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

ટિમ સાઉધી, ટૉમ લૅધમ

ટિમ સાઉધી, ટૉમ લૅધમ


૧૬ ઑક્ટોબરથી ભારત સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન ટિમ સાઉધીએ કૅપ્ટન્સી છોડી દીધી છે. આ અનુભવી ફાસ્ટ બોલરના સ્થાને ટીમનો ટૉપ ઑર્ડર બૅટર ટૉમ લૅધમ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ડિસેમ્બર ૨૦૨૨માં કેન વિલિયમસને પદ પરથી રાજીનામું આપ્યા બાદ સાઉધીએ ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. કેન વિલિયમસન હાલમાં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટનો કૅપ્ટન છે. 


IND vs NZ: સાઉધીએ ૧૪ ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન્સી કરી હતી જેમાં કિવીઓએ ૬માં જીત, ૬માં હાર મેળવી અને બે મૅચ ડ્રૉ કરી હતી. શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝમાં કારમી હારનો સામનો કરનાર ૩૫ વર્ષના આ ક્રિકેટરે કહ્યું હતું કે ‘મેં હંમેશાં મારી કારકિર્દી દરમ્યાન ટીમને પ્રાથમિકતા આપી છે અને મને લાગે છે કે મારો આ નિર્ણય ટીમના હિતમાં છે. હું ટૉમને આ ભૂમિકા માટે શુભેચ્છા પાઠવું છું. હું તેને ટેકો આપવા હંમેશાં હાજર રહીશ.’ ૩૨ વર્ષનો ટૉમ લૅધમ આ પહેલાં પણ ત્રણેય ફૉર્મેટમાં પાર્ટ-ટાઇમ કૅપ્ટન તરીકે કૅપ્ટન્સી કરી ચૂક્યો છે. 



ટૉમ લૅધમનો કૅપ્ટન્સી રેકૉર્ડ 
૦૫ T20 : બે જીત, ત્રણ હાર 
૪૪ વન-ડે : ૨૮ જીત, ૧૫ હાર, ૧ નો રિઝલ્ટ
૦૭ ટેસ્ટ : ૪ જીત, ૩ હાર


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 10:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK