ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાયમન ડૂલે ટેસ્ટ-સિરીઝમાં ભારતની હાર માટે સ્પિન બોલિંગ સામે બૅટ્સમેનોની નબળાઈને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે ‘એ એક ગેરસમજ છે કે ભારતીય બૅટ્સમેન સ્પિનના વધુ સારા ખેલાડી છે.
મિચલ સૅન્ટનર, સાયમન ડૂલે
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાયમન ડૂલે ટેસ્ટ-સિરીઝમાં ભારતની હાર માટે સ્પિન બોલિંગ સામે બૅટ્સમેનોની નબળાઈને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે ‘એ એક ગેરસમજ છે કે ભારતીય બૅટ્સમેન સ્પિનના વધુ સારા ખેલાડી છે. મને લાગે છે કે તેમની પાસે વધુ સારા સ્પિનરો છે અને તેઓ વિરોધી બૅટ્સમેનોની નબળાઈઓને ઉજાગર કરવામાં સક્ષમ છે, પરંતુ આ પુણે-ટેસ્ટમાં સ્પિનર મિચલ સૅન્ટનરે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય બૅટ્સમેનોને થોડા ખુલ્લા પાડી દીધા છે. મને લાગે છે કે તમને આવી સારી વિકેટો પર રમવાની આદત પડી જશે, પરંતુ જ્યારે પિચ બદલાવા લાગે છે ત્યારે તમારી નબળાઈ છતી થાય છે. ભારત લાંબા સમયથી ટર્નિંગ વિકેટ પર રમી રહ્યું છે. એની પાસે હજી પણ રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરો છે. અમારી પાસે વર્લ્ડ ક્લાસ સ્પિનર બોલિંગ-યુનિટ નથી એમ છતાં તેઓ રન ન કરી શક્યા જે ભારત માટે ચિંતાનો વિષય છે.’