Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND vs NZ Semi Final: મેચ પહેલાં હોબાળો, BCCI પર પિચ બદલવાનો આરોપ

IND vs NZ Semi Final: મેચ પહેલાં હોબાળો, BCCI પર પિચ બદલવાનો આરોપ

Published : 15 November, 2023 01:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IND vs NZ Semi Final: વાસ્તવમાં સેમિફાઇનલ મેચ વાનખેડે સ્ટેડિયમની સાત નંબરની પિચ પર યોજાવાની હતી, પરંતુ હવે તે પિચ નંબર છ પર યોજાશે.

પિચની ફાઇલ તસવીર

પિચની ફાઇલ તસવીર


આજે બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ Semi Final) વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. પરંતુ મુંબઈમાં મેચ પહેલા જ મોટો વિવાદ શરૂ થયો છે. વાનખેડે સ્ટેડિયમની પિચને લઈને વિદેશી મીડિયાએ હોબાળો મચાવ્યો છે. તેણે BCCI પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે.


વાસ્તવમાં સેમિફાઇનલ મેચ (IND vs NZ Semi Final) વાનખેડે સ્ટેડિયમની સાત નંબરની પિચ પર યોજાવાની હતી, પરંતુ હવે તે પિચ નંબર છ પર યોજાશે. આ પીચ પર વર્લ્ડ કપમાં બે મેચ (IND vs NZ Semi Final) રમાઈ છે. જૂની પિચ હોવાને કારણે તે સ્પિન બોલરોને વધુ મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં BCCI પર મેચ પહેલા જાણીજોઈને પિચ બદલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.



BCCI પાસેથી શું જવાબ માંગ્યો છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ICCએ BCCI (Board Of Control For Cricket In India) પાસેથી પીચને બદલવાને લઈને જવાબ માંગ્યો છે. બીસીસીઆઈએ આ મામલે આઈસીસીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. બોર્ડે આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે પીચ બનાવવાના સમયે આઈસીસીના સલાહકારો હાજર હોય છે. તમામ કામ તેમની સૂચના પર જ થાય છે. તે જણાવે છે કે કયા મેદાન પર કઈ પીચનો ઉપયોગ કરવામાં આવશે.


બીસીસીઆઈએ તો તેની પર કરવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. બીસીસીઆઈનું જો માનીએ તો તેમના કહેવા અનુસાર વર્લ્ડ કપની દરેક મેચ (IND vs NZ Semi Final)ની પિચ ICC સલાહકારની હાજરીમાં નક્કી કરવામાં આવતી હોય છે. ક્યા ગ્રાઉન્ડ પર કેટલી પીચનો ઉપયોગ કરવામાં આવશે તે પણ તેમની સલાહ અનુસાર જ કરવામાં આવે છે. પિચ પર કેટલું ઘાસ રખાશે તે પણ ICC દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે.

શું છે ICC નિયમો?


ICCએ એવો કોઈ નિયમ બનાવ્યો નથી કે જે મુજબ નોકઆઉટ મેચ (IND vs NZ Semi Final) નવી પીચો પર રમવી જોઈએ. ICCની પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયામાં એક માત્ર શરત એ છે કે જે સ્થળોને મેચની યજમાનીની જવાબદારી આપવામાં આવી છે તે મેચ માટે શ્રેષ્ઠ સંભવિત પિચ પ્રદાન કરશે.

BCCI પર ટીમ ઈન્ડિયાને લઈને કયો આરોપ મુકાયો છે?

બીસીસીઆઈ પર એવા આરોપ કરવામાં આવી રહ્યાં છે કે તેણે ઈન્ડિયન ટીમને ફાયદો થાય એ માટે આ રીતે પિચ બદલવાનો નિર્ણય કર્યો છે. તેઓએ આ જાણીજોઇને કર્યું છે. વાનખેડે દ્વારા અત્યાર સુધીમાં કુલ 27 ODI મેચોની યજમાની કરવામાં આવી છે. ભારતે આ સ્પર્ધાની શ્રેણીમાં કુલ નવ મેચ જીતી લીધી છે અને હવે તેની નજર આગળ પણ જીતનો સિલસિલો જારી રાખવા પર રહેશે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ પાંચ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2023 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK