દિગ્ગજ બૅટર કેન વિલિયમસન પગની ઈજાને કારણે ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં શરૂઆતની મૅચ રમી શકે એમ નથી. તેના વિકલ્પ તરીકે હમણાં સુધી એક પણ ઇન્ટરનૅશનલ ટેસ્ટ ન રમનાર ૩૦ વર્ષના ઑલરાઉન્ડર માર્ક ચૅપમૅનનો સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન વિલિયમસનને પગમાં ઈજા થઈ છે.
૧૬ ઑક્ટોબરથી ભારત સામે આયોજિત ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમે ૧૭ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે, પણ ટૂર પહેલાં ન્યુ ઝીલૅન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. દિગ્ગજ બૅટર કેન વિલિયમસન પગની ઈજાને કારણે ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં શરૂઆતની મૅચ રમી શકે એમ નથી. તેના વિકલ્પ તરીકે હમણાં સુધી એક પણ ઇન્ટરનૅશનલ ટેસ્ટ ન રમનાર ૩૦ વર્ષના ઑલરાઉન્ડર માર્ક ચૅપમૅનનો સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિનિયર બૅટિંગ ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલને પહેલી ટેસ્ટ માટે જ્યારે પંજાબના લુધિયાણામાં જન્મેલા સ્પિનર ઈશ સોઢીને બીજી અને ત્રીજી ટેસ્ટ માટે સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
સિરીઝનું શેડ્યુલ
પ્રથમ ટેસ્ટ બૅન્ગલોર ૧૬-૨૦ ઑક્ટોબર
બીજી ટેસ્ટ પુણે ૨૪-૨૮ ઑક્ટોબર
ત્રીજી ટેસ્ટ મુંબઈ ૧-૫ નવેમ્બર