ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે...
ગૌતમ ગંભીર
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ-મૅચમાં ખરાબ પ્રદર્શન વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈ ટેસ્ટ પહેલાં ગઈ કાલે તેણે સ્પષ્ટ કર્યું હતું કે મુંબઈ ટેસ્ટમાં કોઈ નવા ક્રિકેટરને તક આપવામાં આવવાની નથી, ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઑસ્ટ્રેલિયા ટૂરની તૈયારી માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે આ રસપ્રદ વાતો કહી હતી...
હું એમ ન કહી શકું કે માત્ર બૅટ્સમેનોએ જ અમને નિરાશ કર્યા. ટીમના પ્રદર્શન માટે દરેક ખેલાડીની જવાબદારી હોય છે.
ADVERTISEMENT
હું એમ નથી કહેતો કે જે પણ થયું એ દુઃખદાયક છે. આપણે પીડા અનુભવવી જોઈએ અને આ પીડા આપણને વધુ સારી બનાવશે. મને વિશ્વાસ છે કે આનાથી યુવા ક્રિકેટર્સને વધુ સારા પ્લેયર્સ બનવામાં મદદ મળશે.
એક સંપૂર્ણ ક્રિકેટર એ છે જે પરિસ્થિતિઓમાં ઝડપથી ઍડ્જસ્ટ થઈ શકે છે. તેને માત્ર મોટા શૉટ રમતા નહીં, પણ સ્ટ્રાઇક રોટેટ કરતા પણ આવડવું જોઈએ.
ભારતીય બૅટર્સનું સ્પિન બોલિંગ સામે રમવાનું કૌશલ્ય ઘટ્યું નથી. અમારા પ્લેયર્સ સખત મહેનત કરી રહ્યા છે. કેટલીક વાર તમારે વિરોધી ટીમને પણ ક્રેડિટ આપવી પડે છે. મિચલ સૅન્ટનરે છેલ્લી મૅચમાં શાનદાર બોલિંગ કરી હતી.
ટેસ્ટમાં સારું પ્રદર્શન કરનારા તમામ મહાન પ્લેયર્સનો હંમેશાં સારો ડિફેન્સ રહ્યો છે. તમારી ટેસ્ટ-બૅટિંગનો પાયો ડિફેન્સ હોવો જોઈએ. જેટલું વધુ T20 ક્રિકેટ રમાશે, ક્રિકેટર્સ ડિફેન્સિવ રમત એટલી ઓછી રમશે. ભવિષ્યમાં અમને અન્ય ટીમો સામે પણ આવી જ સમસ્યા થઈ શકે છે.