Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમે બંગલાદેશ સામે ૮૬ રને સૌથી મોટી જીત મેળવી

ભારતીય ટીમે બંગલાદેશ સામે ૮૬ રને સૌથી મોટી જીત મેળવી

Published : 10 October, 2024 09:39 AM | Modified : 10 October, 2024 09:58 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ ઇન્ડિયાએ આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે ૯ વિકેટે ૧૩૫ રન બનાવી શકી બંગલાદેશી ટીમ, નીતીશ કુમાર રેડ્ડીએ કરીઅરની પહેલી T20 ફિફ્ટી ૨૭ બૉલમાં ફટકારી, ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી ભારતીય ટીમે

નીતીશ કુમાર રેડ્ડીએ આક્રમક ૭૪ રન ફટકાર્યા હતા.

નીતીશ કુમાર રેડ્ડીએ આક્રમક ૭૪ રન ફટકાર્યા હતા.


દિલ્હીમાં બીજી T20 મૅચમાં બંગલાદેશી ટીમને ૮૬ રને હરાવીને ભારતીય ટીમે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય મેન્સ ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૨૧ રન ફટકાર્યા હતા. જવાબમાં બંગલાદેશી ટીમ ૯ વિકેટે ૧૩૫ રન જ બનાવી શકી હતી. ભારતની બંગલાદેશ સામે T20 ઇન્ટરનૅશનલની ૮૬ રનની આ સૌથી મોટી જીત છે. આ પહેલાં T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન ભારતે બંગલાદેશ સામે ૫૦ રને જીત મેળવી હતી. 


રિન્કુ સિંહ ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી ૨૯ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો.



દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ પહેલાં T20 ઇન્ટરનૅશનલનો હાઇએસ્ટ સ્કોર સાઉથ આફ્રિકા (૨૧૨ રન)નો હતો, જેને ભારતીય ટીમે ૨૨૧ રન બનાવીને તોડ્યો છે. ૨૧ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીએ સાત છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૩૪ બૉલમાં ૭૪ રનની ઇનિંગ્સ રમીને ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી ફિફ્ટી નોંધાવી છે. કરીઅરની બીજી ઇન્ટરનૅશનલ મૅચમાં તેણે ૨૭ બૉલમાં ફિફ્ટી ફટકારી છે. રિન્કુ સિંહે ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી ૨૯ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ૨૬ બૉલમાં T20 ઇન્ટરનૅશનલમાં ત્રીજી ફિફ્ટી ફટકારી છે. 


આ મૅચ દરમ્યાન ભારતીય ટીમના સાત બોલર્સે વિકેટ ઝડપી હતી જે T20 ઇન્ટરનૅશનલ મૅચની એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલર્સ દ્વારા લેવામાં આવેલી વિકેટનો રેકૉર્ડ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2024 09:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK