ઈજાથી પરેશાન ટીમ ઇન્ડિયા સામે છે જોશીલા બંગલાદેશીઓ
IND vs BAN
ફાઇલ તસવીર
મૅચનો સમય : સવારે ૧૧.૩૦ વાગ્યાથી
બંગલાદેશ ક્યારેય ભારતને ૩-૦થી હરાવી નથી શક્યું, પણ આજે હરાવવાનો એને બહુ સારો મોકો છે. આજે પણ બંગલાદેશ જીતશે તો એને માટે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિ ગણાશે. ૨-૦થી સરસાઈ ધરાવતી લિટન દાસની ટીમ આજે ત્રીજી અને છેલ્લી મૅચમાં ભારતની એ ટીમ સામે રમશે જેને કેટલાક ખેલાડીઓની ઈજા સતાવી રહી છે. ખુદ કૅપ્ટન રોહિત શર્મા હાથની ઈજાને કારણે આજે નથી રમવાનો. દીપક ચાહર અને કુલદીપ સેન પણ ઇન્જરીને લીધે ટીમની બહાર છે. સિરીઝની શરૂઆત પહેલાં ભારત પાસે કુલ ૨૦ ખેલાડીઓ ઉપલબ્ધ હતા, પરંતુ અત્યારે હાલત એવી છે કે ફક્ત ૧૪ પ્લેયર શારીરિક રીતે ફિટ છે.
ADVERTISEMENT
આ સ્થિતિમાં રાહુલ ઍન્ડ કંપનીએ આજે ચટગાંવના મેદાન પર કેમેય કરીને અને ખાસ કરીને મેહદી હસન મિરાઝને કાબૂમાં રાખવો પડશે, કારણ કે તેણે પહેલી મૅચના થ્રિલરમાં બંગલાદેશને અણનમ ૩૮ રન બનાવીને જિતાડ્યું હતું અને બીજી મૅચમાં તેના અણનમ ૧૦૦ રનની બંગલાદેશ છેલ્લા બૉલમાં વિજયી થયું હતું. મિરાઝે બે મૅચમાં કુલ ત્રણ વિકેટ પણ લીધી છે.
વિરાટ છેલ્લી સાત ઓડીઆઇમાં ૧૮ રન જ બનાવી શક્યો છે. આજે તેની ખરી કસોટી છે. બોલર્સમાં સિરાજની ૧૫ વિકેટ ૨૦૨૨ની પહેલી ૧૦ ઓડીઆઇમાં હાઇએસ્ટ છે એટલે તેણે આજે એ સફળતાને લક્ષમાં રાખીને બંગલાદેશી બૅટર્સ પર તૂટી પડવું પડશે.
14
બંગલાદેશ ઘરઆંગણે આટલી ઓડીઆઇ સિરીઝમાંથી ૧૩ શ્રેણી જીત્યું છે.
5
બંગલાદેશ ભારત સામે છેલ્લી કુલ આટલી મૅચમાંથી ૪ મૅચ જીત્યું છે.