ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન મેથ્યુ વેડે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાં તેની ટીમની ભારત સામેની હાર પછી સૌથી પહેલાં નિવૃત્તિનો વિચાર તેના મગજમાં આવ્યો હતો
મેથ્યુ વેડ
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન મેથ્યુ વેડે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપમાં તેની ટીમની ભારત સામેની હાર પછી સૌથી પહેલાં નિવૃત્તિનો વિચાર તેના મગજમાં આવ્યો હતો. તેના માટે એ ઇમોશનલ સમય હતો. તે આ મૅચમાં બે બૉલ રમીને ૧ રને અર્શદીપ સિંહની ઓવરમાં કુલદીપ યાદવના હાથે કૅચઆઉટ થયો હતો. સુપર-એઇટની આ મૅચમાં કૅપ્ટન રોહિત શર્માની ૯૨ રનની ઇનિંગ્સની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાને ૨૪ રને હરાવ્યું હતું. આ મૅચ જીતીને ભારતે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી અને આખરે ચૅમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. ભૂતપૂર્વ વિકેટકીપર અને બૅટ્સમૅન મૅથ્યુ વેડ માને છે કે આગામી સમયમાં જોશ ઇંગ્લિસ ઑસ્ટ્રેલિયા માટે બેસ્ટ વિકેટકીપર-બૅટર બનશે.