વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે
કપિલ દેવની ફાઇલ તસવીર
વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) કહી રહ્યા છે કે તેમને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું ન હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા યુઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
કપિલ દેવને ફાઈનલનું આમંત્રણ ન મળ્યું
ADVERTISEMENT
હકીકતમાં ભારત-ઑસ્ટ્રેલિયા (IND vs AUS) ફાઇનલ માટે ભૂતપૂર્વ ક્રિકેટરો સહિત ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, રણબીર સિંહ, દીપિકા પાદુકોણ સહિત ઘણા પ્રખ્યાત ચહેરાઓ મેદાન પર ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતાં જોવા મળ્યાં હતાં, પરંતુ પૂર્વ દિગ્ગજ ક્રિકેટેર કપિલ દેવનું કહેવું છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કપિલ દેવે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, “ક્યારેક-ક્યારેક લોકો ભૂલી જાય છે.”
ઑસ્ટ્રેલિયન બોલિંગ સામે ભારતીય ટીમનો દાવ સરી પડ્યો
તે જ સમયે જો આ મેચની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમનો સ્કોર 50 ઑવરમાં 240 રન હતો.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમી-ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાએ સેમી-ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમ લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી.