ભારતીય ટીમ બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના ટ્રેઇનિંગ કૅમ્પમાં સખત મહેનત કરી રહી છે
કૅપ્ટન હરમનપ્રીત કૌર
૨૦૨૦ના T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે હારીને ભારતીય મહિલા ટીમ રનર-અપ રહી હતી. આ વર્ષે UAEમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં પહેલી વાર ચૅમ્પિયન બનવા ભારતીય ટીમ બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના ટ્રેઇનિંગ કૅમ્પમાં સખત મહેનત કરી રહી છે.
ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી માનસિક શક્તિ પર કામ કરી રહ્યા છીએ. મૅચ દરમ્યાન છેલ્લી ત્રણ-ચાર ઓવર ખૂબ મહત્ત્વની હોય છે. માનસિક રીતે મજબૂત ટીમ મૅચની છેલ્લી ચાર-પાંચ ઓવરમાં જીતે છે. અમે છેલ્લા કેટલાક સમયથી આ તરફ ધ્યાન આપી રહ્યા છીએ. જો અમે આ છેલ્લી પાંચ ઓવરમાં માનસિક રીતે મજબૂત રહીશું તો અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકીશું. આશા છે કે અમે ટુર્નામેન્ટમાં આ અવરોધોને દૂર કરવામાં સફળ રહીશું.’
ADVERTISEMENT
ભારતીય ટીમ ચોથી ઑક્ટોબરથી ન્યુ ઝીલૅન્ડ સામે પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.