ભારત સામેની સેમી ફાઇનલ ઑસ્ટ્રેલિયા સામે ઑલમોસ્ટ નક્કી છે અને હરમનની ટીમે એ ડેન્જરસ ટીમ સામે એકસાથે બે વેરની વસૂલાત કરવાની છે
ICC Women`s T20 World Cup
હરમનપ્રીત કૌર ફાઇલ તસવીર
૨૦૦૯થી ૨૦૨૦ સુધી મહિલા ટી૨૦ ક્રિકેટમાં ૭ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાંથી પાંચમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું છે. ૨૦૦૯ના પ્રથમ વિશ્વકપમાં ઇંગ્લૅન્ડ અને ૨૦૧૬ના પાંચમા વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડીઝે વિજેતાપદ મેળવ્યું હતું. ભારત ક્યારેય ચૅમ્પિયન બન્યું નથી, પરંતુ બે વર્લ્ડ કપ એવા થઈ ગયા જેમાં ભારત માટે ઑસ્ટ્રેલિયાની ટીમ અવરોધક બની હતી અને એ બે પરાજયનો બદલો ભારતે હવે આ વખતની સેમી ફાઇનલમાં લેવાનો છે.
૨૦૧૦માં ઝુલન ગોસ્વામીના સુકાનમાં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી, પરંતુ ઑસ્ટ્રેલિયા સામે એનો ૭ વિકેટે પરાજય થતાં ફાઇનલમાં પહોંચવાનું ભારતનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ભારતીય ટીમ અગાઉ કુલ ચાર વખત સેમી ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ છેલ્લે (કોવિડકાળની શરૂઆત પહેલાં) માર્ચ ૨૦૨૦માં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલ એક પણ બૉલ રમાયા વિના રદ થતાં ભારતે પૉઇન્ટ્સ-ટેબલની ચડિયાતી સ્થિતિને કારણે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયાએ અલીઝા હીલી (૭૫ રન) અને બેથ મુની (૭૮ અણનમ)ની સુપરઇનિંગ્સની મદદથી ૪ વિકેટે ૧૮૪ રન બનાવ્યા બાદ હરમનપ્રીતની ટીમને માત્ર ૯૯ રનમાં આઉટ કરીને ૮૫ રનથી વિજય મેળવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.
ADVERTISEMENT
સોમવારે હું કરીઅરની સૌથી ટફ ઇનિંગ્સ રમી. પિચ સારી હતી, પરંતુ આયરિશ બોલર્સની પેસ સારી હતી અને પવન પણ ખૂબ ફૂંકાતો હતો. જોકે હું અને શેફાલીએ એ કપરી સ્થિતિમાં બનેએટલું સારું રમવાની ટેવ પાડી દીધી અને જીતમાં યોગદાન આપ્યું. - સ્મૃતિ મંધાના