ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ગઈ કાલે જાહેર કરેલી મેન્સ ટેસ્ટ ટીમ ઑફ ધ યર 2024માં ભારતના ત્રણ પ્લેયર્સને સ્થાન મળ્યું છે.
યશસ્વી જાયસવાલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ગઈ કાલે જાહેર કરેલી મેન્સ ટેસ્ટ ટીમ ઑફ ધ યર 2024માં ભારતના ત્રણ પ્લેયર્સને સ્થાન મળ્યું છે. ભારતના ફાસ્ટ બોલિંગ આક્રમણના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ, અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને યુવા ઓપનર યશસ્વી જાયસવાલ આ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ૨૦૨૪માં તેમણે ભારતીય ટીમ માટે ટેસ્ટ-ફૉર્મેટમાં શાનદાર યોગદાન આપ્યું હતું.
આ ટીમમાં ઇંગ્લૅન્ડના ચાર, ભારતના ત્રણ, ન્યુ ઝીલૅન્ડના બે, જ્યારે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાના એક-એક પ્લેયરને એન્ટ્રી મળી છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડીઝ, ન્યુ ઝીલૅન્ડ અને ભારત સામેની ટેસ્ટ-સિરીઝ જિતાડનાર ફાસ્ટ બોલર પૅટ કમિન્સને આ ટીમમાં કૅપ્ટન બનવાનું સન્માન મળ્યું છે.
ADVERTISEMENT
ICC મેન્સ ટેસ્ટ ટીમ આૅફ ધ યર 2024
પૅટ કમિન્સ (કૅપ્ટન) (ઑસ્ટ્રેલિયા), યશસ્વી જાયસવાલ (ભારત), બેન ડકેટ (ઇંગ્લૅન્ડ), કેન વિલિયમસન (ન્યુ ઝીલૅન્ડ), જો રૂટ (ઇંગ્લૅન્ડ), હૅરી બ્રુક (ઇંગ્લૅન્ડ), કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા), જેમી સ્મિથ (ઇંગ્લૅન્ડ), રવીન્દ્ર જાડેજા (ભારત), મૅટ હેન્રી (ન્યુ ઝીલૅન્ડ) અને જસપ્રીત બુમરાહ (ભારત).