વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠના અવસર પર આ ટ્રોફીને સ્ટેડિયમમાં આવતી જોઈ ફૅન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા
વાનખેડે સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી સાથે ભારતીય સ્ટાર ક્રિકેટર્સે પોઝ આપ્યો
વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ટ્રોફી ઇંગ્લૅન્ડથી ભારત આવી છે. ૧૯ જાન્યુઆરીએ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા, દરિયાકિનારે, રમતના મેદાન અને પ્રખ્યાત રેલવે-સ્ટેશન પર ટૂર કર્યા બાદ આ ટ્રોફી પ્રતિષ્ઠિત વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી હતી. વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠના અવસર પર આ ટ્રોફીને સ્ટેડિયમમાં આવતી જોઈ ફૅન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
ભારતીય કૅપ્ટન રોહિત શર્માને જ્યારે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. કોઈ પણ ICC ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું હંમેશાં એક સ્વપ્ન હોય છે. અમે બીજા સ્વપ્ન પર આગળ વધીશું. મને ખાતરી છે કે જ્યારે અમે દુબઈ પહોંચીશું ત્યારે ૧૪૦ કરોડ લોકો અમારી પાછળ હશે. અમે વાનખેડેમાં ટ્રોફી ફરીથી પાછી લાવવા માટે અમારાથી બનતું બધું કરવાનો પ્રયાસ કરીશું.’
ADVERTISEMENT
સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાનમાં આયોજિત આ ટુર્નામેન્ટની ભારતની મૅચ દુબઈમાં શિફ્ટ કરવામાં આવી છે.
પત્નીનો સહારો લઈ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો વિનોદ કાંબળી
૧૯ જાન્યુઆરીએ વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીના સમાપન સમારોહમાં અનેક ભૂતપૂર્વ મુંબઈકર ક્રિકેટર્સ હાજર રહ્યા હતા. આ સમારોહમાંથી ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીનો પણ એક વિડિયો વાઇરલ થયો હતો. તેની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટ તેને સહારો આપીને સ્ટેડિયમની અંદર લઈને આવતી જોવા મળી હતી. કાંબળી હાલમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તાજેતરમાં જ સારવાર બાદ હૉસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

