ICCને આપેલા એક નિવેદનમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ICC મેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીની વાપસી ક્રિકેટને ભારે પ્રોત્સાહન આપશે. આ વન-ડે ફૉર્મેટને રસપ્રદ અને સુસંગત બનાવે છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીના પ્રોમોમાં જોવા મળ્યો ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા.
ICCએ હાલમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે એક પ્રોમો વિડિયો શૅર કર્યો હતો જેમાં ભારતનો હાર્દિક પંડ્યા, અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી, ઇંગ્લૅન્ડનો ફિલ સૉલ્ટ, પાકિસ્તાનના શાદાબ ખાન અને શાહીન શાહ આફ્રિદી લેઝરલાઇટથી સુરક્ષિત એક રૂમમાંથી ટ્રોફી ચોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
ICCને આપેલા એક નિવેદનમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ‘ICC મેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફીની વાપસી ક્રિકેટને ભારે પ્રોત્સાહન આપશે. આ વન-ડે ફૉર્મેટને રસપ્રદ અને સુસંગત બનાવે છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ફૅન્સ અને પ્લેયર્સ બન્નેમાં રમત પ્રત્યે વધુ ઉત્સાહ લાવવાનું વચન આપે છે. ભારત પોતાનું શ્રેષ્ઠ ક્રિકેટ-પ્રદર્શન કરવા માટે તૈયાર છે, દરેક પ્લેયર ટ્રોફી ફરીથી ઘરે લાવવા માટે પ્રતિબદ્ધ છે.’