પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન હોવાથી ટ્રોફી સાથે કૅપ્ટન્સના ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સ ત્યાં જ યોજાશે. પાકિસ્તાનમાં તમામ ૮ ટીમના કૅપ્ટન્સે હાજરી આપવી પડશે
રોહિત શર્મા
પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં સુરક્ષાનાં કારણોસર ભારતીય ટીમની તમામ મૅચ UAEના દુબઈમાં રમાવાની છે, પણ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન જવું પડી શકે છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન હોવાથી ટ્રોફી સાથે કૅપ્ટન્સના ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સ ત્યાં જ યોજાશે. પાકિસ્તાનમાં તમામ ૮ ટીમના કૅપ્ટન્સે હાજરી આપવી પડશે. અહેવાલ અનુસાર રોહિત શર્મા પાકિસ્તાન જશે કે નહીં એ વિશેનો નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા સ્ક્વૉડની જાહેરાત પછી લેવાશે.