વિમેન્સ ટીમમાં સ્મૃતિ, દીપ્તિ, રિચા, રેણુકાનો સમાવેશ
મહાકાળેશ્વર મંદિરમાં સૂર્યાની પૂજા: ભારતીય ટીમના ટોચના બૅટર સૂર્યકુમાર યાદવ અને સ્પિનર કુલદીપ યાદવે ગઈ કાલે ઉજ્જૈન શહેરમાં મહાકાળેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. તેમની સાથે બીજો સ્પિનર વૉશિંગ્ટન સુંદર પણ હતો. ત્રણેય ખેલાડીની કરીઅર અત્યારે મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહી છે. તસવીર પી.ટી.આઇ.
ગઈ કાલે ‘આઇસીસી મેન્સ ટી૨૦ ટીમ ઑફ ૨૦૨૨’ અને ‘આઇસીસી વિમેન્સ ટી૨૦ ટીમ ઑફ ૨૦૨૨’ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કુલ મળીને સાત ભારતીય પ્લેયર્સનાં નામ છે. મેન્સ ટીમમાં ભૂતપૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી, ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શૉર્ટેસ્ટ ફૉર્મેટના સર્વશ્રેષ્ઠ બૅટર સૂર્યકુમાર યાદવનો સમાવેશ છે. કોહલી મેલબર્નમાં પાકિસ્તાન સામેની યાદગાર વર્લ્ડ કપ મૅચમાં અણનમ ૮૨ રનની બેનમૂન ઇનિંગ્સ રમ્યો હતો. હાર્દિકે ૨૦૨૨ની સાલમાં ૬૦૭ રન બનાવવા ઉપરાંત ૨૦ વિકેટ લીધી હતી. સૂર્યા એ વર્ષમાં ૧૦૦૦ રન બનાવનાર બીજો બૅટર બન્યો હતો. મહિલાઓની ટીમમાં વર્ષ ૨૦૨૨માં ૫૯૪ રન બનાવનાર સ્મૃતિ તેમ જ દીપ્તિ શર્મા, વિકેટકીપર રિચા ઘોષ અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ સામેલ છે.
આ પણ વાંચો : લાઇન-લેન્ગ્થ પર કન્ટ્રોલ રાખીશ તો દુનિયા પર રાજ કરીશ, શમીની મલિકને સલાહ
ADVERTISEMENT
આઇસીસીની ૨૦૨૨ની બે બેસ્ટ ટીમ
મેન્સ ટીમ : જૉસ બટલર (કૅપ્ટન, વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સૅમ કરૅન, વનિન્દુ હસરંગા, હૅરિસ રઉફ અને જૉશ લિટલ.
વિમેન્સ ટીમ : સૉફી ડેવાઇન (કૅપ્ટન), સ્મૃતિ મંધાના, બેથ મૂની, ઍશ ગાર્ડનર, તાહિલા મૅકગ્રા, નિદા દર, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સૉફી એક્લસ્ટન, ઇનોકા રણવીરા અને રેણુકા સિંહ.