ટેસ્ટ ટીમમાં પંત એકમાત્ર ભારતીય : વિમેન્સ ટીમમાં હરમન, મંધાના અને રેણુકા
શ્રેયસ ઐયર ફાઇલ તસવીર
આઇસીસીએ ટી૨૦ની ટીમ બાદ ગઈ કાલે મેન્સ અને વિમેન્સની ‘વન-ડે ટીમ ઑફ ૨૦૨૨’ની જાહેરાત કરી હતી, જેમાં ફરી એક વાર એકથી વધુ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થયો છે. ૨૦૨૨ની સાલમાં ૧૭ ઓડીઆઇ રમીને ૭૨૪ રન બનાવનાર શ્રેયસ ઐયર અને ૧૫ મૅચ રમીને ભારતીયોમાં સૌથી વધુ ૨૪ વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને મેન્સ ટીમમાં સ્થાન મળ્યું છે. મહિલાઓમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર, ઓપનર સ્મૃતિ મંધાના અને પેસ બોલર રેણુકા સિંહને એ વર્ષમાં કેટલીક બેનમૂન ઇનિંગ્સ બદલ વિમેન્સ ઓડીઆઇ ટીમમાં જગ્યા મળી છે.
આઇસીસીની ૨૦૨૨ના વર્ષની મેન્સ, વિમેન્સની બેસ્ટ ઓડીઆઇ ટીમ અને સર્વશ્રેષ્ઠ મેન્સ ટેસ્ટ ટીમ
ADVERTISEMENT
મેન્સ ઓડીઆઇ ટીમ :બાબર આઝમ (કૅપ્ટન), ટ્રેવિસ હેડ, શાઇ હોપ, ટૉમ લૅથમ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સિકંદર રઝા, મેહદી હસન મિરાઝ, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ સિરાજ, ટ્રેન્ટ બોલ્ટ અને ઍડમ ઝૅમ્પા.
મેન્સ ટેસ્ટ ટીમ :બેન સ્ટોક્સ (કૅપ્ટન), ઉસ્માન ખ્વાજા, ક્રેગ બ્રેથવેઇટ, રિષભ પંત (વિકેટકીપર), માર્નસ લબુશેન, બાબર આઝમ, જૉની બેરસ્ટો, પૅટ કમિન્સ, કૅગિસો રબાડા, નૅથન લાયન અને જેમ્સ ઍન્ડરસન.
વિમેન્સ ઓડીઆઇ ટીમ :અલીસા હિલી (વિકેટકીપર), બેથ મૂની, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, રેણુકા સિંહ, લૉરા વૉલવાર્ટ, આયાબૉન્ગા ખાકા, શબનીમ ઇસ્માઇલ, નૅટ શિવર, સૉફી એકલ્સ્ટન અને ઍમેલિયા કેર.