માર્ટિન ગપ્ટિલે કહ્યું, જે રીતે નિવૃત્તિ લેવી પડી એનાથી હું ખૂબ નિરાશ છું
માર્ટિન ગપ્ટિલ
૩૮ વર્ષના માર્ટિન ગપ્ટિલે હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે છેલ્લે ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. જ્યારે તેને સ્પષ્ટ થયું કે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટનું ધ્યાન નવા પ્લેયર્સ પર છે ત્યારે તેણે દુનિયાભરની T20 લીગમાં રમવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
એક ઇન્ટરવ્યુમાં તે રિટાયરમેન્ટ વિશે ખુલાસો કરતાં કહે છે, ‘મેં સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. મારે હજી પણ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટને ઘણું આપવાનું હતું. જે રીતે નિવૃત્તિ લેવી પડી એનાથી હું નિરાશ છું, પણ મારે આગળ વધવું પડશે. મને પાંચમા નંબરે બૅટિંગ કરવાની તક મળી, પણ હું ફરીથી ટૉપ પર પાછો જવા માગતો હતો. મને કોઈ અફસોસ નથી. મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા અને રમતનો સંપૂર્ણ આનંદ માણ્યો. જ્યારે મને બ્લૅક કૅપ મળી ત્યારે એ મારા જીવનની સૌથી ગર્વની ક્ષણ હતી.’