વર્લ્ડ કપ ૨૦૨૩ની આવતી કાલની ઐતિહાસિક ફાઇનલ મૅચ અગાઉ બન્ને ટીમના કૅપ્ટનનું આજનું ફોટોસેશન પણ ઐતિહાસિક સ્થળે યોજાવાનું છે.
રોહિત શર્મા
વર્લ્ડ કપ ૨૦૨૩ની આવતી કાલની ઐતિહાસિક ફાઇનલ મૅચ અગાઉ બન્ને ટીમના કૅપ્ટનનું આજનું ફોટોસેશન પણ ઐતિહાસિક સ્થળે યોજાવાનું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ખ્યાતનામ એવી ગુજરાતની અડાલજની વાવ પર રોહિત શર્મા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ સાથે ફોટો પડાવશે. બીજી બાજુ બન્ને ટીમ સાંજે પ્રૅક્ટિસ-સેશન અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ રાઇડ કરે એવા પણ સમાચાર છે.
બન્ને કૅપ્ટન વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરવાની પ્રબળ દાવેદારી પેશ કરી રહ્યા છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સળંગ ૧૦ જીત સાથે અજેય બની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે એક સમયે લીગ રાઉન્ડમાં ૧૦મા સ્થાને રહેલી કાંગારૂ ટીમ હરણફાળ ભરી ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી છે.