Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ 2024 માટે હાઇએસ્ટ ૯૩.૫૦ કરોડ રૂપિયાનાં ઇનામ

T20 વર્લ્ડ કપ 2024 માટે હાઇએસ્ટ ૯૩.૫૦ કરોડ રૂપિયાનાં ઇનામ

04 June, 2024 10:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૅમ્પિયન ટીમને મળશે ૨૦.૩૬ કરોડ રૂપિયા અને રનરઅપને મળશે ૧૦.૬૪ કરોડ રૂપિયા

T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઐતિહાસિક પ્રાઇસ મનીની જાહેરાત કરી છે. પહેલી વખત ૨૦ ટીમ વચ્ચે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ૧૧.૨૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૯૩ કરોડ ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી ચૅમ્પિયન ટીમને ૨.૪૫ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૦ કરોડ ૩૬ લાખ રૂપિયા આપવામાં આવશે અને રનરઅપ ટીમને ૧.૨૮ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૧૦.૬૪ કરોડ રૂપિયા મળશે.


૨૦૨૨માં T20 વર્લ્ડ કપની પ્રાઇસ મની ૫.૬ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૪૬.૫૪ કરોડ રૂપિયા હતી, જેમાંથી ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડને ૧૩ કરોડ રૂપિયા અને રનરઅપ ટીમ પાકિસ્તાનને ૬.૪૪ કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી. 



25.89 લાખ રૂપિયા
સેમી ફાઇનલ અને ફાઇનલ સિવાયની પ્રત્યેક મૅચ જીતવા બદલ દરેક ટીમને આટલા વધારાના પૈસા મળશે.


T20 વર્લ્ડ કપ 2024નાં ઇનામ (રૂપિયામાં) 
ચૅમ્પિયન - ૨૦.૩૬ કરોડ
રનરઅપ - ૧૦.૬૪ કરોડ
સેમી ફાઇનમાં હારનાર ટીમ - ૬.૫૪ કરોડ
સુપર-એઇટમાંથી બહાર થનાર ટીમ - ૩.૧૭ કરોડ
૯થી ૧૨મા ક્રમે રહેનાર ટીમ - ૨.૦૫ કરોડ
૧૩થી ૨૦મા ક્રમે રહેનાર ટીમ - ૧.૮૭ કરોડ


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2024 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK