ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ પવારને મુંબઈની અન્ડર-23 ટીમના અને દિનેશ લાડને અન્ડર-19 ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે
હેડ કોચ ઓમકાર સાળવી
મુંબઈને ગઈ સીઝનમાં રણજી ચૅમ્પિયન બનાવનાર હેડ કોચ ઓમકાર સાળવીને આગામી સીઝન માટે પણ જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ પવારને મુંબઈની અન્ડર-23 ટીમના અને દિનેશ લાડને અન્ડર-19 ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. સિનિયર ટીમના સિલેક્શન કમિટીના ચૅરમૅન તરીકે રાજુ કુલકર્ણીને બદલે સંજય પાટીલની નિમણૂક કરવામાં આવી છે. રાજુ કુલકર્ણીને મુંબઈ ક્રિકેટ અસોસિએશનની ક્રિકેટ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના હેડ બનાવવામાં આવ્યા છે. સિલેક્શન કમિટીમાં સંજય પાટીલ ઉપરાંત રવિ ઠાકર, જિતેન્દ્ર ઠાકરે, કિરણ પોવાર અને વિક્રાન્ત યેલીગતિનો સમાવેશ છે જ્યારે અન્ડર-19 ટીમના સિલેક્શન કમિટીના ચૅરમૅન તરીકે દીપક જાધવની પસંદગી કરવામાં આવી છે અને અન્ય મેમ્બરોમાં મંદાર ફડકે, ઉમેશ ગોથીન્ડકર, ભાવિન ઠક્કર અને પીયૂષ સોનેજીનો સમાવેશ છે.