ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન હૅરી બ્રુકે બાવીસ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં દિલ્હી કૅપિટલ્સ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કરી દીધો છે જેના કારણે તેના પર આ ટુર્નામેન્ટમાં રમવા પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
IPLમાં ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર હૅરી બ્રુક પર બે વર્ષનો પ્રતિબંધ કેમ લાગશે?
ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન હૅરી બ્રુકે બાવીસ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં દિલ્હી કૅપિટલ્સ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કરી દીધો છે જેના કારણે તેના પર આ ટુર્નામેન્ટમાં રમવા પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ સતત બીજી સીઝન છે જ્યારે આ ૨૬ વર્ષના પ્લેયરે IPL માટે પોતાને અનુપલબ્ધ જાહેર કર્યો છે. આ માટે તેણે ફ્રૅન્ચાઇઝી અને તેના સમર્થકોની માફી માગી છે.
ગયા વર્ષે ૪ કરોડ રૂપિયામાં દિલ્હીમાં સામેલ થયા બાદ તે દાદીના અવસાનને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. હાલમાં મેગા ઑક્શનમાં ૬.૨૫ કરોડ રૂપિયામાં દિલ્હી સાથે કરાર કરનાર હૅરી બ્રુકે ઇંગ્લૅન્ડની આગામી સિરીઝની તૈયારી માટે ધ્યાન કેન્દ્રિત કરવા હટી જવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના IPL નિયમો અનુસાર જો કોઈ વિદેશી પ્લેયર ઑક્શનમાં પસંદગી થયા બાદ પોતાનું નામ પાછું ખેંચી લે છે તો તેના પર બે વર્ષ માટે IPL રમવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.

