Hardik Pandya Troll: મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને તેના ખરાબ પર્ફોર્મન્સને કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, જેને લીધે હવે વસીમ જાફરે હાર્દિકને સપોર્ટ કરવા ટ્વિટ કર્યું હતું.
IPL 2024
વસીમ જાફર અને હાર્દિક પંડ્યા (ફાઇલ તસવીર)
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં હાર્દિક પંડ્યાના સુકાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ખૂબ જ ખરાબ પરફોર્મ કરી રહી છે. આ સિઝનમાં એમઆઇ 10માંથી ફક્ત ત્રણ મેચ જીતી છે અને બાકીની સાતેય મેચમાં હારી જતાં પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે, જેથી MIના ચાહકોમાં પણ હાર્દિક પ્રત્યે નારાજગી છે. એમઆઇની હારને કારણે ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી (Hardik Pandya troll) રહ્યા છે. આ વર્ષે હાર્દિકે તેની બેટિંગ હોય કે પછી બૉલિંગ બંનેથી સાવ નબળું પરફોર્મ કર્યું છે. હાર્દિક પંડ્યા સામે થઈ રહેલી આ ટ્રોલિંગને લઈને હવે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વસીમ જાફર તેના સપોર્ટમાં આવ્યો છે.
આઇપીએલની આ સિઝનમાં હવે એક પણ હાર મુંબઈને ટુર્નામેન્ટમાંથી સીધી બહાર કરી દેશે, જેથી બચેલી ચાર મેચમાં મુંબઈને જીત મેળવવી ફરજિયાત છે. એવામાં હાર્દિક પંડ્યા (Hardik Pandya troll) સામે કરવામાં આવી રહેલી ટ્રોલિંગ બાબતે વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું હતું. ભારતના ભુતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના વિચારો મુક્ત પણે શેર કરે છે. હાલમાં તેમણે હાર્દિક પંડ્યા સામે કરવામાં આવી રહેલી ટીકા પર પોતાના વિચારો જણાવ્યાં હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને વસીમ જાફરે (Wasim Jaffer) લખ્યું કે “લોકો ભલે હાર્દિક પંડ્યાને તેના ખરાબ પર્ફોર્મન્સને કારણે ટ્રોલ કરી રહ્યા છે, પણ વારંવાર તેના પર વ્યક્તિગત ટીકા કરવામાં આવી રહી છે તે વાત ખૂબ જ શરમજનક છે. આ સાથે વસિમે હાર્દિક પંડ્યાને ટેગ કરીને તેને હિંમત રાખવાનું પણ કહ્યું હતું.
Criticise his performance as much as you want but it`s extremely disappointing to see the constant personal trolling and attacks. Stay strong @hardikpandya7 next month you`ll be playing crucial knocks in WC and the same people will be singing your praise. #LSGvMI #T20WorldCup pic.twitter.com/rYk0kozjMy
— Wasim Jaffer (@WasimJaffer14) April 30, 2024
જૂન મહિનામાં આઇસીસી T-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ મામલે વસિમે હાર્દિક પંડ્યાને પ્રોત્સાહન અને સમર્થન આપતા લખ્યું હતું કે “તું આગામી મહિનામાં યોજવામાં આવતા ટી-20 વર્લ્ડ કપમાં ભારત તરફથી મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમીશ ત્યારે જે લોકો તને ટ્રોલ કરી રહ્યા છે તે જ તારા ગુણગાન ગાઈને તારા વખાણ કરશે”.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના સુકાની પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવતા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
ટી-20 વર્લ્ડ કપ (ICC T-20 World Cup)માં રમનારા ભારતીય ટીમના ખેલાડીઓના નામની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી. ભારતની આ ટીમમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya troll) વાઇસ કેપ્ટન છે અને રોહિત શર્માને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. 2023ના ઓડીઆઇ વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલમાં આવીને હાર મળતા ટ્રોફીની સપનું અધૂરું રહી ગયું છે, જેથી આગામી મહિનાના ટી-20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યાનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે, જેથી તે ભારતને જીત મેળવવામાં પોતાનું મોટું યોગદાન આપી શકે.
ઓડીઆઇ વર્લ્ડ કપમાં પણ હાર્દિકને ઇજા થતાં તે બહાર થઈ ગયો હતો. આ કારણને લીધે પણ હાર્દિકને ટ્રોલ (Hardik Pandya troll) કર્યો હતો. જેથી ટી-20 વર્લ્ડ કપમાં સારું પરફોર્મ કરીને પોતા પ્રત્યે લોકોના વલણ બદલવા માટે હાર્દિકે પોતાને ફિટ રાખવાની સાથે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.