ઓપન બસમાં શહેરના પોલીસ કમિશનરે વર્લ્ડ કપ હીરો હાર્દિક પંડ્યાનું સન્માન કર્યું હતું
હાર્દિક પંડ્યા
BMW કારમાં સેલ્ફ-ડ્રાઇવ કરીને પરિવાર સાથે મુંબઈથી પોતાના વતન વડોદરા પહોંચેલા હાર્દિક પંડ્યાનું વડોદરાવાસીએ હાર્દિક સ્વાગત કર્યું હતું. ૨૦૦૦થી વધુ સુરક્ષાજવાનોની મદદથી માંડવીથી લઈને નવલખી મેદાન સુધી યોજાયેલા આ રોડ-શોમાં લાખોની જનમેદની ઊમટી પડી હતી.
ADVERTISEMENT
ઓપન બસમાં શહેરના પોલીસ કમિશનરે વર્લ્ડ કપ હીરો હાર્દિક પંડ્યાનું સન્માન કર્યું હતું. હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ઓપન બસમાં લોકોનું અભિવાદન કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડ કપ વિનિંગ ટીમના વાઇસ કૅપ્ટન માટે સ્પેશ્યલ ઓપન બસ તૈયાર કરવામાં આવી હતી.