મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોને હાર્દિક પંડ્યાની અપીલ
ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં હેડ કોચ માહેલા જયવર્દને સાથે હાર્દિક પંડ્યા. (તસવીર : સૈયદ સમીર અબેદી)
મુંબઈ ઇન્ડિયન્સના રેગ્યુલર કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ચાહકોને અપીલ કરી છે કે તેઓ IPL 2025માં તેને સપોર્ટ કરે. ગયા વર્ષે રોહિત શર્માને હટાવીને હાર્દિકને કૅપ્ટન બનાવવામાં આવ્યો એ બદલ ખાસ કરીને મુંબઈના ચાહકોએ તેનો દરેક મૅચ વખતે હુરિયો બોલાવ્યો હતો. ગયા વર્ષે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ છેક તળિયે રહ્યું હતું.
IPL 2024 બાદ જોકે T20 વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિકે સારું પર્ફોર્મ કર્યું છે અને તેને આશા છે કે આ વખતે ફૅન્સ તેને સપોર્ટ કરશે. તેણે ચાહકોને અપીલ કરતાં કહ્યું છે કે ‘હું બૅટિંગ કરવા જાઉં ત્યારે મને ચિયર કરજો, હું જ્યારે સિક્સ મારું ત્યારે મને ચિયર કરજો, હું જ્યારે ટૉસ માટે જાઉં ત્યારે મને ચિયર કરજો.’

