ગાઇડલાઇન્સ અનુસાર પ્લેયર્સે ચોક્કસ બાબતો માટે હેડ કોચ ગૌતમ ગંભીર પાસેથી પૂર્વમંજૂરી મેળવવાની જરૂર છે. હેડ કોચની ભૂમિકા ફક્ત મેદાન પર અને રમતનાં ટેક્નિકલ પાસાંઓમાં હોવી જોઈએ
હરભજન સિંહ
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં શરમજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે, પરંતુ ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે આ વિશે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. તે કહે છે કે ‘આપણે ૧-૩થી હાર્યા એનું કારણ બે મહિના સુધી ત્યાં રહેલી પ્લેયર્સની પત્નીઓ અને પાર્ટનર નથી. આપણે એટલા માટે નથી હાર્યા કારણ કે કોઈ પ્લેયર અલગથી ટ્રાવેલ કરી રહ્યું હતું. આપણે એટલા માટે હાર્યા, કારણ કે આપણે ખરાબ ક્રિકેટ રમ્યા.’
આ તમામ નિયમો હું ટીમમાં હતો એ સમયે પણ અમલમાં હતા, તો કોણે અને ક્યારે આ નિયમો બદલ્યા એની તપાસ થવી જોઈએ એમ પણ ભજીએ કહ્યું કહ્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીર પર પ્રહાર કરતાં હરભજને કહ્યું કે ‘ગાઇડલાઇન્સ અનુસાર પ્લેયર્સે ચોક્કસ બાબતો માટે હેડ કોચ ગૌતમ ગંભીર પાસેથી પૂર્વમંજૂરી મેળવવાની જરૂર છે. હેડ કોચની ભૂમિકા ફક્ત મેદાન પર અને રમતનાં ટેક્નિકલ પાસાંઓમાં હોવી જોઈએ. અમારા સમયમાં આવી બાબતો માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ઈ-મેઇલ મોકલીને મંજૂરી લેવાતી હતી. હેડ કોચને આ બધામાં પ્રવેશવાની શું જરૂર છે? એ તેમનું કામ નથી.’