ગુજરાત ટાઇટન્સની ફ્રૅન્ચાઇઝીએ ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવાના હેતુથી જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત કરી છે.
જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત
ગુજરાત ટાઇટન્સની ફ્રૅન્ચાઇઝીએ ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવાના હેતુથી જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત કરી છે. ૧૮ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી વચ્ચે દર શનિવારે ગુજરાતનાં અલગ-અલગ પાંચ શહેરમાં આ ઇવેન્ટ યોજાશે. જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને અમદાવાદમાં આયોજિત આ ઇવેન્ટમાં બાળકો માટે ક્રિકેટ અને ફુટબૉલ ચૅલેન્જિસ તથા ક્વિઝ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હશે.
જુનિયર ટાઇટન્સની બીજી સીઝનમાં ગુજરાતના દરેક શહેરની ખાનગી-સરકારી શાળા અને NGOની મદદથી લગભગ ૯૦૦ બાળકો ભાગ લેશે એવી ગણતરી છે. ટોચની સ્પૅનિશ ફુટબૉલ લીગ LALIGAએ આ પ્રોગ્રામની બીજી સીઝન માટે એનો સહયોગ ચાલુ રાખ્યો છે અને આ ઇવેન્ટ્સમાં એ ફુટબૉલ વર્કશૉપ્સ યોજશે. આ સીઝનમાં LALIGAના એક્સપર્ટ, ટેક્નિકલ કોચ યુવા પ્રતિભાઓને ફીલ્ડના શ્રેષ્ઠ લોકો પાસેથી શીખવાની તક પૂરી પાડશે.

