ડિપાર્ટમેન્ટે નોટિસમાં યુવરાજના એક ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો છે
ફાઇલ તસવીર
ગોવાના પ્રવાસન વિભાગે (Goa Tourism Department) ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh)ને મોર્જિમમાં તેના વિલાને રજિસ્ટર કર્યા વિના `હોમસ્ટે` તરીકે ચલાવવા બદલ નોટિસ ફટકારી છે. વિભાગે યુવરાજ સિંહને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે, જેમાં ક્રિકેટરે પોતાનો પક્ષ મૂકી સવાલોના જવાબ આપવાના રહેશે. ગોવા ટુરિઝમ બિઝનેસ એક્ટ 1982 હેઠળ, રાજ્યમાં `હોમસ્ટે` અથવા હૉટેલનું સંચાલન રજિસ્ટર કર્યા પછી જ થઈ શકે છે.
રાજ્યના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે ઉત્તર ગોવાના મોર્જિમમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની માલિકીના વિલા `કાસા સિંઘ`ના સરનામે નોટિસ મોકલી છે. જાહેર નોટિસમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીને 8 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે હજાર થવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પ્રવાસન વિભાગ દંડ લઈ શકે છે
નોટિસમાં 40 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરને પૂછવામાં આવ્યું છે કે “કેમ તેની સામે ટુરિઝમ ટ્રેડ એક્ટ હેઠળ મિલકતની નોંધણી ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી (રૂા. એક લાખ સુધીનો દંડ) ન કરવી જોઈએ.” વધુમાં, નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, “તે નીચે સહી કરનારના ધ્યાન પર આવ્યું છે કે વર્ચેવાડા, મોર્જિમ, પરનેમ, ગોવા ખાતે સ્થિત તમારો રહેણાંક પરિસર કથિત રીતે ‘હોમસ્ટે’ તરીકે કાર્યરત છે અને `Airbnb` જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર બુકિંગ માટે ઉપલબ્ધ છે.”
ડિપાર્ટમેન્ટે નોટિસમાં યુવરાજના એક ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તે પોતાના ગોવાના ઘરે છ લોકોને હોસ્ટ કરશે અને તેનું બુકિંગ ફક્ત `એરબીએનબી` પર જ રહેશે.
આ પણ વાંચો: વન-ડેમાં હવે ૫૦૦નું ટોટલ દૂર નથી : તામિલનાડુએ ચીલો ચાતર્યો