Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન શેફાલી અને વાઇસ-કૅપ્ટન શ્વેતાની જોડીએ ભારતને જિતાડ્યું

કૅપ્ટન શેફાલી અને વાઇસ-કૅપ્ટન શ્વેતાની જોડીએ ભારતને જિતાડ્યું

Published : 17 January, 2023 02:43 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં બન્નેની હાફ સેન્ચુરીથી યુએઈને ૧૨૨ રનથી હરાવી : વિકેટકીપર રિચા આ વિજયની ત્રીજી સ્ટાર

કૅપ્ટન શેફાલી વર્મા અને વાઇસ-કૅપ્ટન શ્વેતા સેહરાવત

Girls Under 19 Cup

કૅપ્ટન શેફાલી વર્મા અને વાઇસ-કૅપ્ટન શ્વેતા સેહરાવત


કૅપ્ટન શેફાલી વર્મા (૭૮ રન, ૩૪ બૉલ, ૪ સિક્સર, ૧૨ ફોર) અને વાઇસ-કૅપ્ટન શ્વેતા સેહરાવતે (૭૪ અણનમ, ૪૯ બૉલ, દસ ફોર)ની ઓપનિંગ જોડીએ ગઈ કાલે બેનોનીના ગ્રાઉન્ડ પર ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપના મુકાબલામાં ૧૧૧ રનની ભાગીદારીની મદદથી ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. યુએઈની ટીમ જેમાં મોટા ભાગે ભારતીય મૂળની ખેલાડીઓ સામેલ છે એને ભારતે ૨૨૦ રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. યુએઈની ફીલ્ડર્સે કેટલાક કૅચ છોડ્યા હતા. તોતિંગ ટાર્ગેટના બોજ નીચે દબાયેલી યુએઈની ટીમ શેફાલી-શ્વેતાની ૧૧૧ રનની પાર્ટનરશિપ જેટલા પણ રન નહોતી બનાવી શકી. યુએઈની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ફક્ત ૯૭ રન બનાવી શકી હતી.


રિચાના ૪૯* અને ત્રણ શિકાર



શ્વેતા સેહરાવત ઓપનિંગમાં આવીને અણનમ રહી હતી. વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (૪૯ રન, ૨૯ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) આ વિજયની ત્રીજી સ્ટાર પ્લેયર હતી. તેની અને શ્વેતા વચ્ચે બીજી વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી થઈ હતી. તેમની જોડીએ ટીમના ટોટલને ૨૦૦ના આંકડા પર પહોંચાડ્યું હતું. રિચાએ પછીથી યુએઈની બે પ્લેયરને સ્ટમ્પ-આઉટ કરી હતી અને એક બૅટરનો કૅચ પકડ્યો હતો. ભારતીય બોલર્સના પણ ઉમદા પર્ફોર્મન્સિસ હતા. શેફાલી સહિત કુલ ૭ બોલર્સે બોલિંગ કરી હતી જેમાં શબનમ શકીલ, તીતાસ સાધુ, મન્નત કશ્યપ અને પાર્શ્વી ચોપડાને એક-એક વિકેટ મળી હતી. યુએઈની માહિકા ગૌર નામની પ્લેયરને જી. ત્રિશા અને સોનિયા મેંઢિયાએ રનઆઉટ કરી હતી. શેફાલી વર્માને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.


આ પણ વાંચો : શ્વેતા સેહરાવતની આક્રમક ઇનિંગ્સ :અન્ડર-19માં ભારતનો વિજયી પ્રારંભ

ભારત-બંગલાદેશ ગ્રુપમાં મોખરે


ભારતીય ટીમ સતત બીજી મૅચ જીતીને ૪ પૉઇન્ટ સાથે ગ્રુપ ‘ડી’માં મોખરે છે. ગ્રુપ ‘એ’માં બંગલાદેશની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવ્યા પછી ગઈ કાલે શ્રીલંકાને ૧૦ રનથી પરાજિત કરી દેતાં પોતાના ગ્રુપમાં ૪ પૉઇન્ટ સાથે મોખરે હતી.

200
પહેલી જ વાર રમાઈ રહેલા ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે પ્રથમ વાર ટીમનું ટોટલ આટલા રનને પાર થયું અને એ સિદ્ધિ ભારતે મેળવી.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK