આ બલૂન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઐતિહાસિક વિમેન્સ ટેસ્ટ-મૅચના કાઉન્ટડાઉનના ભાગરૂપે સ્ટેડિયમની ઉપર આકાશમાં લઈ જવામાં આવ્યું હતું
ઐતિહાસિક વિમેન્સ ટેસ્ટ-મૅચના કાઉન્ટડાઉનના ભાગરૂપે બલૂન
ભારત અને ઑસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ પહેલાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ગઈ કાલે પિન્ક હૉટ ઍર બલૂન ઉડાડવામાં આવ્યું હતું. આ બલૂન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઐતિહાસિક વિમેન્સ ટેસ્ટ-મૅચના કાઉન્ટડાઉનના ભાગરૂપે સ્ટેડિયમની ઉપર આકાશમાં લઈ જવામાં આવ્યું હતું. બન્ને ટીમ વચ્ચે ૨૦૨૫ની ૩૦ જાન્યુઆરીથી આ એકમાત્ર ટેસ્ટ ઍશિઝના ભાગરૂપે રમાશે. આ ટેસ્ટ ઐતિહાસિક એટલા માટે પણ છે કે MCGમાં ૧૯૪૯ બાદ પહેલી વાર વિમેન્સ ટેસ્ટ રમાવાની છે અને આ સ્ટેડિયમની પહેલી ડે-નાઇટ પિન્ક ટેસ્ટ પણ બનશે. આ ટેસ્ટ પહેલાં બન્ને ટીમ વચ્ચે લિમિડેટ ઓવર્સની સિરીઝ પણ રમાવાની છે.