ટુર્નામેન્ટમાં કુલ ૧૯ મૅચ રાખવાની યોજના છે જેમાંની ૮ તથા ૯ એપ્રિલની મૅચો રોમાંચક રહ્યા બાદ હવે બાકીની મૅચો ૧૫ અને ૧૬ એપ્રિલે રમાશે.
ઘાટકોપર જૉલી જિમખાનાની જેપીએલ T10નો ધમાકેદાર પ્રારંભ
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત જૉલી પ્રીમિયર લીગ (જેપીએલ) T10 સ્પર્ધાનો શનિવારે ધમાકેદાર આરંભ થયો હતો. સવારે ૮.૧૫ વાગ્યે ચૅરમૅન રજનીકાંત શાહ, ટ્રેઝરર નલિન મહેતા, ટ્રસ્ટી પ્રવીણ પટેલ, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, સ્પૉન્સર્સ તેમ જ મૅનેજિંગ કમિટીના મેમ્બર્સની હાજરીમાં અને ગુરુકૂળ સ્કૂલનાં બાળકોના બૅન્ડની પરેડ સાથે આ ટુર્નામેન્ટની બારમી સીઝનની શરૂઆત થઈ હતી, જેમાં ૧૨ ટીમ ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં કુલ ૧૯ મૅચ રાખવાની યોજના છે જેમાંની ૮ તથા ૯ એપ્રિલની મૅચો રોમાંચક રહ્યા બાદ હવે બાકીની મૅચો ૧૫ અને ૧૬ એપ્રિલે રમાશે. રજનીકાંત શાહે પ્રારંભિક પ્રવચનમાં કહ્યું કે ‘ઘાટકોપર જૉલી જિમખાનામાં રમતગમતની પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વધતી જાય છે.’ નિશિથભાઈએ વેલકમ સ્પીચમાં ટુર્નામેન્ટમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ ટોચના હોદ્દેદારો તેમ જ મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, ટ્રસ્ટીઓ તેમ જ મૅનેજિંગ કમિટી, ક્રિકેટ સબ-કમિટી તથા સ્પૉન્સર્સનો આભાર માન્યો હતો.