Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્બલ ટી૨૦નો રોમાંચક આરંભ, શનિવારે સેમી ફાઇનલ

ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્બલ ટી૨૦નો રોમાંચક આરંભ, શનિવારે સેમી ફાઇનલ

21 February, 2023 02:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇનલ મુકાબલો રવિવારે ૨૬ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ વાગ્યે શરૂ થશે

ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્બલ ટી૨૦નો રોમાંચક આરંભ, શનિવારે સેમી ફાઇનલ

ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્બલ ટી૨૦નો રોમાંચક આરંભ, શનિવારે સેમી ફાઇનલ


ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા મુંબઈની અગ્રગણ્ય ક્લબો વચ્ચેની યોજવામાં આવતી ઇન્ટર-ક્લબ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૪મી સીઝનના શનિવાર, ૧૮ ફેબ્રુઆરી અને રવિવાર, ૧૯ ફેબ્રુઆરીના રોમાંચક મુકાબલા યોજાયા બાદ સેમી ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ હતી.


શનિવારે પચીસમી ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ વાગ્યાથી વાસુ પરાંજપે ઍકૅડેમી અને બૉમ્બે જિમખાના વચ્ચે પ્રથમ સેમી ફાઇનલ તથા બપોરે ૨.૦૦ વાગ્યાથી જૉલી જિમખાના-બી ટીમ તથા જુહુ વિલે પાર્લે જિમખાના વચ્ચે બીજી સેમી ફાઇનલ રમાશે. ફાઇનલ મુકાબલો રવિવારે ૨૬ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૦૦ વાગ્યે શરૂ થશે. આ સ્પર્ધામાં ગરવારે ક્રિકેટ ક્લબ, ચેમ્બુર જિમખાના, પી. જે. હિન્દુ જિમખાના અને સીસીઆઇની ટીમ પણ ભાગ લીધો છે.



આ ટુર્નામેન્ટનો ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રસ્ટી-ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા તથા અન્ય પદાધિકારીઓ અને ક્રિકેટ સબ-કમિટીના મેમ્બર્સની ઉપસ્થિતિમાં આરંભ થયો હતો. ક્રિકેટ સબ-કમિટીના ઇન્ચાર્જ તથા મૅનેજિંગ કમિટીના મેમ્બર નિશિથ ગોળવાલાએ આવકારવિધિમાં ટુર્નામેન્ટ પર પ્રકાશ પાડીને તમામનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK