રોમાંચક જીત બાદ તે કહે છે, ‘આદત પાડી લો, કારણ કે મારી કૅપ્ટન્સીમાં આવું જ થશે`
ટીમ-હોટેલમાં મૅચના હીરો વિપ્રાજ નિગમ અને આશુતોષ શર્મા સાથે દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ.
દિલ્હી કૅપિટલ્સ (DC)ના નવા કૅપ્ટન અક્ષર પટેલે પહેલી વાર પોતાના નેતૃત્વમાં IPLમાં ટીમને જીત અપાવી છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની એક વિકેટની રોમાંચક જીત બાદ તે કહે છે, ‘આદત પાડી લો, કારણ કે મારી કૅપ્ટન્સીમાં આવું જ થશે. મારી નિર્ણય લેવાની પ્રક્રિયા પણ આવી જ છે એથી કંઈ પણ થઈ શકે છે.
ક્યારેક ફૅન્સ ગુસ્સે પણ થઈ જશે. હવે આપણે જીતી ગયા છીએ એથી કોઈ કંઈ કહેશે નહીં. આપણે IPLમાં આવું ઘણું જોયું છે. પાવર પ્લેમાં ચાર વિકેટ ગુમાવવી અને પછી મૅચ જીતવી એ બહુ ઓછી વાર જોવા મળ્યું છે, પરંતુ હવે ક્રિકેટ બદલાઈ રહ્યું છે એથી તમારે ફક્ત ક્રીઝ પર રહીને પ્રયાસ કરવાનો રહેશે.’

