લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે એક ઇન્ટરવ્યુમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ-ટીમના ભવિષ્ય વિશે મોટી વાત કહી છે. તેઓ કહે છે કે ‘તેઓ (રોહિત શર્મા અને વિરાટ કોહલી) કેટલો સમય ટીમમાં રહેશે એ ખરેખર સિલેક્ટર્સ પર નિર્ભર છે
રોહિત શર્મા, વિરાટ કોહલી
લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે એક ઇન્ટરવ્યુમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ-ટીમના ભવિષ્ય વિશે મોટી વાત કહી છે. તેઓ કહે છે કે ‘તેઓ (રોહિત શર્મા અને વિરાટ કોહલી) કેટલો સમય ટીમમાં રહેશે એ ખરેખર સિલેક્ટર્સ પર નિર્ભર છે. હવે જ્યારે ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ માટે ક્વૉલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે આવું શા માટે થયું એનાં કારણો પર વિચાર કરવો યોગ્ય રહેશે. છેલ્લા છ મહિનામાં આપણી બૅટિંગ નિષ્ફળ ગઈ છે અને એ જ મુખ્ય કારણ હતું કે આપણે એ મૅચો પણ ગુમાવી જે આપણે જીતવી જોઈતી હતી.’
WTCની આગામી સીઝનની વાત કરતાં ગાવસકર કહે છે, ‘ઇંગ્લૅન્ડમાં જૂનમાં શરૂ થનારી WTCની નવી સીઝન માટે ટીમમાં ફેરફારની જરૂર પડશે તો આશા છે કે સિલેક્ટર્સ ૨૦૨૭માં WTC ફાઇનલ સુધી ટીમમાં કયા પ્લેયર્સ રહેશે એના પર ધ્યાન આપશે. જ્યાં સુધી તેમને તક આપવામાં ન આવે ત્યાં સુધી આપણે કેવી રીતે જાણીશું કે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ ઇન્ટરનૅશનલ સ્તરે સારું પ્રદર્શન કરશે? નીતીશ કુમાર રેડ્ડીને ટેસ્ટ-ટીમમાં પસંદ કરવા બદલ અજિત આગરકર અને તેની ટીમને અભિનંદન. જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર પ્લેયર્સ પર ભાર ન આવે એ માટે જરૂરી તકો આપવાની જરૂર છે.’