મતભેદોને કારણે ગૅરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપેલા રાજીનામાને લીધે ઇંગ્લૅન્ડના દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને નારાજગી વ્યક્ત કરી હતી.
કેવિન પીટરસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમની લિમિટેડ ઓવર્સના હેડ કોચનું પદ માત્ર છ મહિનામાં છોડવાના ગૅરી કર્સ્ટનના નિર્ણયથી ક્રિકેટજગત સ્તબ્ધ બન્યું છે. મતભેદોને કારણે ગૅરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપેલા રાજીનામાને લીધે ઇંગ્લૅન્ડના દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને નારાજગી વ્યક્ત કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પાકિસ્તાન ક્રિકેટ ગૅરી કર્સ્ટનનો કોચિંગ અનુભવ કેવી રીતે ગુમાવી શકે છે? છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં એક ડગલું આગળ અને આજે બે ડગલાં પાછળ! તમારી જાત સાથે આવું કરવાનું બંધ કરો.’
ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર ગૅરી કર્સ્ટને ૨૦૧૧માં ભારતને વન-ડે વર્લ્ડ કપ જિતાડવામાં મદદ કરી હતી, પણ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં તેના કોચિંગ હેઠળ કઈંક ખાસ કમાલ કરી શક્યું નહીં.