ગાંગુલીની થઈ બીજી ઍન્જિયોપ્લાસ્ટી, તેને વધુ બે સ્ટન્ટ બેસાડવામાં આવ્યાં
ગાંગુલીની થઈ બીજી ઍન્જિયોપ્લાસ્ટી, તેને વધુ બે સ્ટન્ટ બેસાડવામાં આવ્યાં
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને બુધવારે ફરી પાછો છાતીમાં દુખાવો ઊપડ્યો હતો જેને લીધે તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુખાવા બાદ ગઈ કાલે ડૉક્ટરોએ સફળતાપૂર્વક તેની બીજી ઍન્જિયોપ્લાસ્ટી કરી હતી જેમાં કોરોનરી બ્લૉકેજ હટાવવા અન્ય બે સ્ટન્ટ્સ મૂકવામાં આવ્યાં છે. આ વાતની પુષ્ટિ ગઈ કાલે હૉસ્પિટલે પણ કરી હતી અને દાદાની તબિયત સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું.
આ પહેલાં ડૉક્ટરોએ ગાંગુલી પર અનેક ટેસ્ટ કરી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ કલકત્તાનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે સવારે ગાંગુલીના ખબરઅંતર પૂછ્યા હતા.

