Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૪૬ રનમાં ઑલઆઉટ થયા એના કરતાં પણ ખરાબ બૅટિંગ

૪૬ રનમાં ઑલઆઉટ થયા એના કરતાં પણ ખરાબ બૅટિંગ

Published : 26 October, 2024 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન સ્મિથે કૉમેન્ટરી દરમ્યાન ઝાટકણી કાઢી ભારતના બૅટરોની

ઇયાન સ્મિથ

ઇયાન સ્મિથ


બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૫૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું એ વિશે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન સ્મિથે કહ્યું હતું કે આ તો પહેલી ટેસ્ટની ઇનિંગ્સમાં ૪૬ રનમાં ઑલઆઉટ થયા હતા એના કરતાંય ખરાબ કહેવાય. હવે કૉમેન્ટરી માટે વિખ્યાત ઇયાન સ્મિથે કહ્યું હતું કે આ એકદમ પૂઅર બૅટિંગ હતી અને શૉટ-સિલેક્શન ભયંકર હતું. જે રીતે ભારતીય બૅટરો આઉટ થઈ રહ્યા હતા એ જોઈને  ઇયાન સ્મિથે કૉમેન્ટરી કરતાં કહ્યું હતું કે ખબર નહીં કેમ ભારતીય બૅટરો આક્રમક બની રહ્યા છે, તેમને લાગે છે કે તેઓ ન્યુ ઝીલૅન્ડના બોલરોને ઝૂડી કાઢશે, હજી તો આ ટેસ્ટમૅચનો બીજો જ દિવસ છે અને જે રીતે તેઓ રમી રહ્યા છે એ જોતાં તેઓ લાંબું નહીં ટકે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK