દિલ્હીના અનિલ ચૌધરીએ છેલ્લે IPLની ૧૭મી સીઝનમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી, પરંતુ ગયા અઠવાડિયે ૬૦ વર્ષના થયા બાદ હવે તેઓ આ સીઝનમાં કૉમેન્ટેટર તરીકે જોવા મળશે. આ તેમની અમ્પાયરિંગમાંથી નિવૃત્તિનો સંકેત પણ છે. ટીવી-શો ‘CID’ના સેટ પર દેખાયા હતા અનિલ ચૌધરી.
ટીવી-શો ‘CID’ના સેટ પર અનિલ ચૌધરી
દિલ્હીના અનિલ ચૌધરીએ છેલ્લે IPLની ૧૭મી સીઝનમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી, પરંતુ ગયા અઠવાડિયે ૬૦ વર્ષના થયા બાદ હવે તેઓ આ સીઝનમાં કૉમેન્ટેટર તરીકે જોવા મળશે. આ તેમની અમ્પાયરિંગમાંથી નિવૃત્તિનો સંકેત પણ છે. ગયા મહિને નાગપુરમાં કેરલા અને વિદર્ભ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ દરમ્યાન તેઓ છેલ્લી વાર અમ્પાયરિંગ કરતા જોવા મળ્યા હતા અને સપ્ટેમ્બર ૨૦૨૩માં તેમણે છેલ્લી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અમ્પાયરિંગ કર્યું હતું.
IPL 2025માં તેઓ હરિયાણવીમાં કૉમેન્ટરી કરશે અને ક્યારેક-ક્યારેક હિન્દી કૉમેન્ટરી-બૉક્સમાં પણ જોવા મળશે. તેઓ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્થાનિક અને ઇન્ટરનૅશનલ મૅચમાં કૉમેન્ટરી કરી ચૂક્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા અમ્પાયરિંગ અને કૉમેન્ટરી પણ શીખવી રહ્યા છે અને વિવિધ પૉડકાસ્ટમાં રસપ્રદ વાત કરીને છવાઈ ગયા છે. તેઓ એક ઇન્ટરવ્યુમાં કહે છે કે અમ્પાયર તરીકે હું એક સીઝનમાં લગભગ ૧૫ મૅચોમાં અમ્પાયરિંગ કરતો હતો, પરંતુ અહીં મને ૫૦થી વધુ મૅચોમાં કૉમેન્ટરી કરવાની તક મળશે.
ટીવી-શો ‘CID’ના સેટ પર થોડા સમય પહેલાં જોવા મળ્યા હતા અનિલ ચૌધરી.

