પ્રભાકર ૧૯૮૪થી ૧૯૯૬ વચ્ચે ભારત તરફથી ૩૯ ટેસ્ટ અને ૧૩૦ વન-ડે રમ્યો હતો
મનોજ પ્રભાકર ફાઇલ તસવીર
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મનોજ પ્રભાકરને નેપાલની ક્રિકેટ ટીમનો હેડ કોચ બનાવાયો છે. કૅનેડાની ટીમનો કોચ બનાવવાને કારણે રાજીનામું આપનાર પુબુડુ દસાનાયકેનું સ્થાન પ્રભાકર લેશે. પ્રભાકર ૧૯૮૪થી ૧૯૯૬ વચ્ચે ભારત તરફથી ૩૯ ટેસ્ટ અને ૧૩૦ વન-ડે રમ્યો હતો. તે અગાઉ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની રણજી ટીમના કોચ તરીકેની કામગીરી બજાવી ચૂક્યો છે. ૨૦૧૬માં તેણે અફઘાનિસ્તાનની નૅશનલ ટીમના બોલિંગ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. નેપાલ ક્રિકેટ અસોસિએશન તરફથી એક સ્ટેટમેન્ટમાં પ્રભાકરે કહ્યું કે નેપાલમાં લોકોને ક્રિકેટમાં ઘણો રસ છે અને અનેક પ્રતિભાઓ પણ છે. ટીમને વૈશ્વિક સ્તરે ઓળખાણ અપાવવાનો હું પ્રયાસ કરીશ.