યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહનો નવો બાઉન્સર
ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સની ઝાટકણી કાઢીને પોતે હેડ કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે.
એક ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહ કહે છે ‘વસીમ અકરમ જેવો મોટો પ્લેયર પોતાની ટીમ માટે ઘૃણાસ્પદ વાતો કહી રહ્યો છે અને તેની આસપાસના લોકો હસી રહ્યા છે. તેને શરમ આવવી જોઈએ. શોએબ અખ્તર, આટલો મોટો ખેલાડી - તમે પાકિસ્તાનના પ્લેયર્સની સરખામણી રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે કરી રહ્યા છો? વસીમજી, તમે ત્યાં (કૉમેન્ટરી બૉક્સમાં) બેસીને પૈસા કમાઈ રહ્યા છોને? તમારા દેશમાં પાછા જાઓ અને કૅમ્પ લગાવો. હું જોવા માગું છું કે તમારામાંથી કયો મહાન પ્લેયર પાકિસ્તાનને વર્લ્ડ કપ જિતાડી શકે છે. જો નહીં થાય તો રાજીનામું આપો. કૉમેન્ટરી બૉક્સમાં વાત કરવી સહેલી છે, પણ મેદાનમાં જઈને વસ્તુઓ સુધારવી મુશ્કેલ છે. જો હું ત્યાં (પાકિસ્તાન) જઈશ તો એક વર્ષમાં ટીમને વધુ સારી બનાવીશ. તમે બધા મને યાદ રાખશો. આ બધું જુસ્સા વિશે છે. હું મારી ઍકૅડેમીમાં તાલીમ માટે દિવસમાં ૧૨ કલાક આપું છું. તમારે તમારા દેશવાસીઓ, તમારા પ્લેયર્સ માટે તમારું લોહી અને પરસેવો આપવો પડશે.’

