ગઈ કાલે શ્રીલંકાના પ્રેસિડન્ટ ઇલેક્શનને કારણે રેસ્ટ-ડે હતો. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૧૬ વર્ષ બાદ આ ઘટના બની હતી
ગૉલ ફોર્ટ પરથી મૅચ જોતા ક્રિકેટ-ફૅન્સ
શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટમાં ગઈ કાલે શ્રીલંકાના પ્રેસિડન્ટ ઇલેક્શનને કારણે રેસ્ટ-ડે હતો. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૧૬ વર્ષ બાદ આ ઘટના બની હતી. આ પહેલાં ૨૦૦૮માં બંગલાદેશમાં સંસદની ચૂંટણીને કારણે શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-મૅચમાં રેસ્ટ-ડે રખાયો હતો. શ્રીલંકાની ધરતી પર ૨૩ વર્ષ બાદ રેસ્ટ-ડેને લીધે રમાઈ રહેલી ટેસ્ટ-મૅચમાં ત્રીજા દિવસના અંતે યજમાન ટીમે ૨૦૨ રનની લીડ મેળવી લીધી છે.
ગૉલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ-મૅચમાં કેટલાક દેશી-વિદેશી દર્શકો ગૉલ કિલ્લા પરથી પણ આ ટેસ્ટ-મૅચ જોતા હતા. ગૉલ સ્ટેડિયમ કિલ્લા અને બે બાજુથી હિન્દ મહાસાગરથી ઘેરાયેલું છે. આ મેદાન ૧૮૭૬માં રેસકોર્સ તરીકે બનાવવામાં આવ્યું હતું. ૧૯૨૭માં એને સત્તાવાર રીતે ક્રિકેટ સ્ટેડિયમ જાહેર કરવામાં આવ્યું હતું.