Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય અમ્પાયર પીલુ રિપોર્ટરનું મુંબઈમાં નિધન

ભારતીય અમ્પાયર પીલુ રિપોર્ટરનું મુંબઈમાં નિધન

Published : 04 September, 2023 03:39 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લે તેમણે ૧૯૯૩-’૯૪માં અમ્પાયરિંગ કર્યું હતું : લાહોરમાં ટેસ્ટના સૌપ્રથમ ન્યુટ્રલ અમ્પાયર્સમાંના એક હતા

પીલુ દારા રિપોર્ટર

પીલુ દારા રિપોર્ટર


ભારતના પીઢ અમ્પાયર અને ટેસ્ટના સૌપ્રથમ ન્યુટ્રલ અમ્પાયર્સમાંના એક પીલુ દારા રિપોર્ટરનું ગઈ કાલે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૮૪ વર્ષના હતા.


ગઈ કાલે બુલવૅયોમાં કૅન્સરની લડત સામે હારી ગયેલો ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હીથ સ્ટ્રીક નવેમ્બર ૧૯૯૩માં પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. બૅન્ગલોરમાં રમાયેલી એ વન-ડે મૅચ હતી અને યોગાનુયોગ ગઈ કાલે અવસાન પામેલા નામાંકિત અમ્પાયર પીલુ રિપોર્ટરે બૅન્ગલોરની એ મૅચમાં અમ્પારિંગ કર્યું હતું. પીલુની અમ્પાયરિંગ કરીઅરની એ છેલ્લી મૅચ હતી, કારણ કે એ પછી તેમણે ફક્ત ફેબ્રુઆરી ૧૯૯૪ની રાજકોટની મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. નયન મોંગિયા અને ચમિન્ડા વાસની એ પહેલી વન-ડે હતી, જેમાં ભારતે શ્રીલંકાને કુંબલે-સચિનની ત્રણ-ત્રણ વિકેટની મદદથી હરાવ્યું હતું. નવજોત સિધુ (૧૦૮)ને મૅન આફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.



પારસી સમાજના પીલુ રિપોર્ટરે ૧૯૮૪થી ૧૯૯૪ દરમ્યાન ૧૪ ટેસ્ટ, ૨૨ વન-ડેમાં અમ્પારિંગ કર્યું હતું. ૧૯૮૬માં લાહોરની પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટમાં પહેલી વાર જે બે તટસ્થ અમ્પાયર્સ હતા એમાં પીલુ રિપોર્ટર ઉપરાંત વી. કે. રામસ્વામીનો સમાવેશ હતો. જોકે રિપોર્ટરે કુલ ૨૮ વર્ષ સુધી અમ્પાયરિંગ કર્યું હતું જેમાં ૧૯૯૨ના વર્લ્ડ કપની ૭ મૅચનો પણ સમાવેશ હતો. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ૧૧ મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું અને બે મૅચમાં મૅચ-રેફરી હતા. ૧૯૮૪માં તેમણે દિલ્હીમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં અમ્પાયર તરીકે ડેબ્યુ કર્યું હતું જેમાં દારા એન. દોતીવાલા તેમના સાથી-અમ્પાયર હતા. દોતીવાલાનું ૨૦૧૯માં ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું.


ઘણા સમયથી પથારીવશ હતા

પીલુ રિપોર્ટર મગજમાંના રક્તસ્રાવની બીમારીને કારણે ઘણા સમયથી પથારીવશ હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ છે.


પીલુ રિપોર્ટરની ખાસિયતો

થાણેમાં જન્મેલા પીલુ રિપોર્ટરે નાનપણમાં જ અમ્પાયર બનવાનું સપનું સેવ્યું હતું જે તેમણે સાકાર કર્યું હતું. તેઓ સૌમ્ય, વિનમ્ર અને મળતાવડા સ્વભાવ માટે જાણીતા હતા. પ્રામાણિકતા તથા સીધો અને સરળ અભિગમ તેમ જ ધૈર્ય અને ઉત્સાહક અપ્રોચ તેમની બીજી વિશેષતાઓ હતી. તેઓ ક્રિકેટની બાબતમાં એન્સાઇક્લોપીડિયા તરીકે ઓળખાતા હતા.

અમ્પાયરનું કામ ટ્રાફિક પોલીસ જેવું

પીલુ રિપોર્ટર અમ્પાયરિંગ દરમ્યાન માલ્કમ માર્શલ, વિવ રિચર્ડ્‍સ કે ઇમરાન ખાન જેવા મોટા નામવાળા ક્રિકેટર્સ સામે મૂંઝાઈ જાય કે કોઈ પ્રકારના પ્રેશરમાં આવી જાય એવા અમ્પાયર નહોતા. તેમણે ઇંગ્લિશ ‘મિડ-ડે’ને મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમ્પાયરિંગની જૉબ ટ્રાફિક પોલીસ જેવી હોય છે, જેમ ટ્રાફિક આગળ વધવો જોઈએ એમ રમત પણ આગળ વધવી જ જોઈએ, અટકવી ન જોઈએ.’

હાથની ઝડપી ઍક્શનથી બાઉન્ડરીનું સિગ્નલ આપવા જાણીતા

‘પીડી’ તરીકે જાણીતા પીલુ દારા રિપોર્ટર ૧૯૯૨ના વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરનાર એકમાત્ર ભારતીય હતા. ત્યારે બાઉન્ડરી જતાં જ આક્રમક રીતે જમણા હાથની (ઉપર-નીચે-આજુબાજુ) અનોખી સ્ટાઇલમાં ફોરનો સંકેત આપવા બદલ ખેલાડીઓમાં, બ્રૉડકાસ્ટર્સમાં અને કરોડો ક્રિકેટફૅન્સમાં ખૂબ લોકપ્રિય હતા. ક્રિકેટ કૉમેન્ટેટર હેન્રી બ્લોફેલ્ડે ત્યારે એક મૅચ વખતે તેમની આ અનોખી સ્ટાઇલને ‘મિલ્કશેક’ નામ આપ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2023 03:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK