એક યુવતી હાથમાં પોસ્ટર રાખીને ઊભી રહી હોય એવો ફોટો ઘણો વાઇરલ થયો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નવમી ફેબ્રુઆરીથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ નાગપુરમાં શરૂ થવાની છે, પરંતુ એ પહેલાં શહેરમાં ત્રીજી ટી૨૦ દરમ્યાન એક યુવતી હાથમાં પોસ્ટર રાખીને ઊભી રહી હોય એવો ફોટો ઘણો વાઇરલ થયો છે, જેમાં લખ્યું હતું કે ‘ટિન્ડર શુભમન સાથે મૅચ કરાવી આપો.’ ટિન્ડર એક એવી સોશ્યલ સાઇટ છે, જેના પર લોકો એકબીજાને મળે છે અને ડેટ કરી શકે છે. આવાં ઘણાં પોસ્ટર શહેરમાં લાગ્યાં છે.