હૈદરાબાદમાં જન્મેલા સિરાજે આ તક આપવા બદલ તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીનો આભાર માન્યો હતો
તેલંગણ પોલીસે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી
ભારતીય ક્રિકેટ ટીમના અગ્રણી બોલર મોહમ્મદ સિરાજે ગઈ કાલે તેલંગણના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સિરાજ રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP)ને રિપોર્ટ કરશે. હૈદરાબાદમાં જન્મેલા સિરાજે આ તક આપવા બદલ તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીનો આભાર માન્યો હતો.
તેલંગણ પોલીસે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ક્રિકેટની સિદ્ધિઓ અને રાજ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લઈને ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજની DSP તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તેની નવી ભૂમિકાના માધ્યમથી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનવાની સાથે તે પોતાની ક્રિકેટર-કરીઅર ચાલુ રાખશે.