Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુબઈ શિફ્ટ થયેલા રૉબિન ઉથપ્પાને મળ્યા ગોલ્ડન વીઝા

દુબઈ શિફ્ટ થયેલા રૉબિન ઉથપ્પાને મળ્યા ગોલ્ડન વીઝા

23 June, 2024 09:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2024માં કૉમેન્ટરી કરનાર રૉબિન ઉથપ્પા T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન દુબઈનાં બે રેડિયો-સ્ટેશનમાં કૉમેન્ટરી કરી રહ્યો છે

રૉબિન ઉથપ્પા પરિવાર સાથે

રૉબિન ઉથપ્પા પરિવાર સાથે


૨૦૦૭ની T20 વર્લ્ડ કપ વિનિંગ ઇન્ડિયન ટીમનો સભ્ય ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પા પોતાનાં બે બાળકો અને પત્ની સાથે દુબઈ શિફ્ટ થઈ ગયો છે. કર્ણાટકમાં જન્મેલા રૉબિન ઉથપ્પાને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ગોલ્ડન વીઝા પણ મળ્યા છે. હાલમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં કૉમેન્ટરી કરનાર રૉબિન ઉથપ્પા T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન દુબઈનાં બે રેડિયો-સ્ટેશનમાં કૉમેન્ટરી કરી રહ્યો છે.


એક ઇન્ટરવ્યુમાં ૩૮ વર્ષના રૉબિન ઉથપ્પાએ કહ્યું હતું કે ‘દુબઈ શિફ્ટ થવું એ અમે લીધેલો બેસ્ટ નિર્ણય હતો. અમે બાળકો માટે બેસ્ટ પ્રાથમિક શિક્ષણ અને સલામતી ઇચ્છતા હતા. રિટાયરમેન્ટ બાદ મોટા ભાગની લીગ ભારતની બહાર રમી રહ્યો છું, એથી અહીં શિફ્ટ થવું ફૅમિલી માટે સારો નિર્ણય રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK