૨૦૧૩માં મધ્ય પ્રદેશના બેતૂલ જિલ્લાની બૅન્ક ઑફ મહારાષ્ટ્રની એક બ્રાન્ચમાં કરેલા ૧.૨૫ કરોડ રૂપિયાના ગોટાળા બદલ તેના પપ્પા વિનય ઓઝા સહિત ૪ આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે
નમન ઓઝા પિતા સાથે
૪૧ વર્ષના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર નમન ઓઝા ભારતીય ટીમ માટે માત્ર ચાર ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો છે પણ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં જન્મેલો આ ક્રિકેટર તેના પપ્પાના કારનામાને કારણે ચર્ચામાં આવ્યો છે. ૨૦૧૩માં મધ્ય પ્રદેશના બેતૂલ જિલ્લાની બૅન્ક ઑફ મહારાષ્ટ્રની એક બ્રાન્ચમાં કરેલા ૧.૨૫ કરોડ રૂપિયાના ગોટાળા બદલ તેના પપ્પા વિનય ઓઝા સહિત ૪ આરોપીઓને દોષી જાહેર કરવામાં આવ્યા છે. એ સમયના બ્રાન્ચ-મૅનેજર વિનય ઓઝાને ૭ વર્ષની જેલ અને ૭ લાખ રૂપિયાના દંડની સજા થઈ છે.
તેમના પર નકલી નામ અને ફોટોના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને બૅન્કમાંથી પૈસા ઉપાડવા તથા બૅન્ક અધિકારીઓના પાસવર્ડનો દુરુપયોગ કરી અને નકલી અકાઉન્ટ દ્વારા પૈસા ઉપાડવાનો ગોટાળો કરવાનો આરોપ છે. નમન ઓઝાના પપ્પા વિનય ઓઝાની ૨૦૨૨માં જ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.