૨૦૧૮થી ૨૦૨૧ સુધી રાજસ્થાન રૉયલ્સ સાથે અને ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના કોચિંગ-સ્ટાફમાં ભારતીય ક્રિકેટ-ટીમ માટે તે કામ કરી ચૂક્યો છે.
સાઈરાજ બહુતુલે
મુંબઈમાં જન્મેલો બાવન વર્ષનો ભૂતપૂર્વ ક્રિકેટર સાઈરાજ બહુતુલેએ પોતાની કોચિંગ-કરીઅર માટે ચોંકાવનારો નિર્ણય લીધો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રૉયલ્સના કોચિંગ-સ્ટાફમાં જોડાવા માટે તેણે ક્રિકેટ બોર્ડની નોકરી છોડી દીધી છે. તેણે બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી એટલે કે સેન્ટર ઑફ એક્સલન્સમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
૨૦૧૮થી ૨૦૨૧ સુધી રાજસ્થાન રૉયલ્સ સાથે અને ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના કોચિંગ-સ્ટાફમાં ભારતીય ક્રિકેટ-ટીમ માટે તે કામ કરી ચૂક્યો છે. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે કે ‘ચર્ચા ચાલુ છે અને હું ફ્રૅન્ચાઇઝી સાથેના મારા જોડાણને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છું. હજી પણ કેટલીક બાબતો પર કામ કરવાનું બાકી છે, પણ હું રાજસ્થાન રૉયલ્સમાં વાપસી કરવા માટે ઉત્સાહી છું.’

