ટીમને ત્રણ વર્લ્ડ કપની ફાઇનલ સુધી લઈ ગઈ હતી અને ૨૦૧૭માં ભારતને હરાવીને વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
હીથર નાઇટ
ઇંગ્લૅન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ હવે હેડ કોચ અને કૅપ્ટન વગરની થઈ ગઈ છે. ૨૪ કલાકની અંદર તેમના હેડ કોચ જૉન લુઇસ બાદ કૅપ્ટન હીથર નાઇટે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ૩૪ વર્ષની આ મિડલ ઑર્ડર બૅટરે નવ વર્ષ સુધી આ ટીમની કમાન સંભાળી રાખી હતી. ઍશિઝની હાર અને T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે બન્નેએ પોતાનાં પદ છોડ્યાં છે. ૨૦૧૬થી તેના નેતૃત્વમાં ટીમે ૧૯૯માંથી ૧૩૪ મૅચ જીતી હતી. ઇંગ્લૅન્ડ વિમેન્સની આ બીજી સૌથી સફળ કૅપ્ટને છ વર્લ્ડ કપમાં ટીમની કમાન સંભાળી હતી. તે ટીમને ત્રણ વર્લ્ડ કપની ફાઇનલ સુધી લઈ ગઈ હતી અને ૨૦૧૭માં ભારતને હરાવીને વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

