કૅપ્ટન બેન સ્ટોક્સ પગની ઈજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે
પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ટીમને મોટિવેટ કરવા પહોંચ્યો હતો બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે મૅન્ચેસ્ટરમાં ત્રણ મૅચની ટેસ્ટસિરીઝ શરૂ થશે. કૅપ્ટન બેન સ્ટોક્સ પગની ઈજાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓલી પોપ કૅપ્ટન અને હૅરી બ્રુક વાઇસ-કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. બન્ને ટીમ વચ્ચે ૩૬ ટેસ્ટ રમાઈ છે જેમાંથી ઇંગ્લૅન્ડ ૧૭ અને શ્રીલંકા ૮ મૅચ જીત્યું છે તથા ૧૧ મૅચ ડ્રૉ ગઈ છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇંગ્લૅન્ડની ટીમ ૯ ટીમના લિસ્ટમાં ૩૬.૫ પૉઇન્ટની ટકાવારી સાથે સાતમા ક્રમે છે, જ્યારે શ્રીલંકા ૫૦ પૉઇન્ટની ટકાવારી સાથે ચોથા ક્રમે છે. બન્ને ટીમ ફાઇનલ મૅચ પહેલાં ૯-૯ ટેસ્ટમૅચ રમવાની છે. ભારત સામે વન-ડે સિરીઝ જીતનાર શ્રીલંકન ટીમ નિયમિત કૅપ્ટન વગરની ઇંગ્લૅન્ડની ટીમને ટેસ્ટસિરીઝમાં પડકાર આપી શકે છે.

