હૅરી બ્રુકના ૪ કૅચ છૂટ્યા અને તેણે ફટકાર્યા અણનમ ૧૩૨
હૅરી બ્રુક
ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે શરૂ થયેલી ત્રણ મૅચની સિરીઝની પહેલી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લૅન્ડે પાંચ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. હૅરી બ્રુક ૧૩૨ રન પર અને કૅપ્ટન બેન સ્ટોક્સ ૩૭ રન પર અણનમ હતા. ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૩૪૮ રન કરીને ઑલઆઉટ થયું હતું.
ઇંગ્લૅન્ડ બૅટિંગ કરવા મેદાનમાં ઊતર્યું એ પછી ૭૧ રન પર ૪ વિકેટ પડી ગઈ હતી, પણ ત્યાર પછી હૅરી બ્રુક અને ઓલી પોપે સ્કોર ૨૨૨ સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર ઓલી પોપ આઉટ થયો એ પછી બ્રુક સાથે સ્ટોક્સ જોડાયો હતો અને આ જોડી દિવસના અંત સુધી અણનમ રહી હતી.
ADVERTISEMENT
બીજા દિવસની રમતની હાઇલાઇટ હતી કિવી ફીલ્ડરોએ છોડેલા ૬ કૅચ, જેમાંથી ૪ તો એકલા હૅરી બ્રુકના હતા. ન્યુ ઝીલૅન્ડના ફીલ્ડરોએ હૅરી બ્રુક ૧૮, ૪૧, ૭૦ અને ૧૦૬ રન પર હતો ત્યારે તેના કૅચ છોડ્યા હતા.